Say Hello: +91 80004 24140

About Us


Image

“મારો સમાજ દ્વારા આપણી અનુસુચિત જાતીના લગ્ન પાત્ર યુવક યુવતીઓની માહિતી અને શિક્ષનને લગતી માહિતી/મદદ સરળ રીતે સમાજ ના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે તે માટે અમો’મારો સમાજ દ્વારા યુવક યુવતી ની માહિતી એકઠી કરીને તેને ડિઝીટલાઇઝેશન કરીને વેબસાઈટ પર રજુ કરવાનું આયોજન કરેલ છે. જેમા અનુસુચિત જાતિની તમામ પેટા જાતિની માહિતિ ઉપલબ્ધ થશે. જેથી પેટા જાતિના યોગ્ય પાત્રની માહિતી મળી શક્શે. અને તમામ માહિતી નિ:શુલ્ક રહશે..

       અમારી વિશેષતાએ છે કે વેબસાઈટ પર સીધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન નિ:શુલ્ક થઈ શકશે, અહિ આપવમાં આવેલ તમામ માહિતી વેબપેજ પર અમારા દ્વારા નિયત કરેલી જ માહિતી જોવા મળશે, આમ અમારૂ આયોજન સામાજિક અને ટેકનીકલ બન્ને રીતે સામાજિક કાર્ય કરશે. જે આ પ્રકારે કાર્ય કરતી ગુજરાતની પ્રથમ વેબસાઈટનું બહુમાન મેળવે છે.

       આ કાર્યથી સામાજિક સંગઠન અને સામાજિક ગતિશિલતા આવશે. આપણા સમાજમાં લોકોના જાગ્રુતિ અને શિક્ષણના અનેક કાર્ય કરી શકીશું. જેમાં સમાજના લોકોનો ઘર બેઠાં આધુનિક સુવિધાઓ દ્વારા સમાજના સામાન્ય માણસને મદતરૂપ થવાનો અમારો ઉદેશ્ય છે. જેમાં આ મુજબની સર્વિસ અમો આપવાના છે.શિક્ષણની માહિતી/ એડમિશન, લગ્નની વિષયક માહિતી, ઇ-લાઈબ્રેરી, વિદેશ જોબ/અભ્યાસ, સામાજિક ન્યૂઝ, સામાજીક દલિત સંગઠનની માહિતીઓ, સરકારી યોજનાઓ અને ઓનલાઈન ફોર્મ, જોબ પ્લેસમેન્ટ વગેરે દ્વારા એક ડીજીટલ માળખું બનાવી રહ્યા છિએ. સંસ્થાપક સમિતી આપ સર્વેને સહકાર માટે અપીલ કરે છે.

વીજન & મીશન

Image

વીજન

આજના સમયમાં દરેક સમાજ ઈન્‍ટરનેટના માઘ્‍યમથી દેશ-વિદેશના ખુણે ખુણે વસતા જ્ઞાતિજનો સાથે રોજબરોજ જોડાઈ અને વિચારોની આપ-લે કરી દરેક ક્ષેત્રમાં જોડાયેલા વ્‍યકિતઓ સાથે સબંધ સેતુ જોડી સામાજિક વિકાસ કરી રહયો છે તો તેમાંથી મારો સમાજ કેમ બાકાત રહી શકે, તે વિચારથી એક કાર્યને મીશન બનાવી સમાજને વેવિશાળ સબંધી પડતી મુશ્‍કેલીઓ દુર થાય તેમજ શૈક્ષાણિક ,વ્‍યવસાયિક પ્રગતિઓ મારો સમાજ ના માઘ્‍યમથી કરશે. તેમ છતાં સમાજના દરેક શ્રેષ્ઠિઓનું વિઝન મારો સમાજ નું એક વિઝન રહેશે.

Image

મીશન

મારો સમાજ શબ્‍દમાંજ ઝાંખી કરતા મીશન જણાંય છે. તેમ છતાં દરેક વ્‍યકિતઓમાં આપણી સામાજિક પરંપરાઓ અને વૈચારિક રીવાજોની ગળથુથીને કારણે સમાજ પ્રત્‍યેની ભાવનાઓ રહેલી જ હોય છે. પરંતુ તેને સાર્થક કરવાની ક્ષમતા અને મહેનતથી યોગદાન આપી શકાતુ હોય. પરંતુ એ પણ જયારે સમાજ સાથે હોય આમ અમોને સમાજ તરફથી મળેલી હુંફના કારણે અમો સમાજ તરફ અમારી શકિત અને સમય સમર્પિત કરી સમાજને આધુનિક યુગમાં દરેક સામાજિક બાબતોને આવરી લઈ સમાજના સહયોગથી મારો સમાજ ઈન્‍ટરનેટના માઘ્‍યમથી વિશ્વ ફલક પર મુકવા અને સમાજની પ્રગતિ માટે એક મીશન તરીકે મારો સમાજ મુકી રહયા છીયે. જેનાથી આપણા સમાજની એક આગવી ઓળખ આપવા કર્યો કરી રહ્યા છે. જે મીશન રૂપી મુર્તિને સમાજના દરેક શ્રેષ્ઠિઓ કંડારશે.

Image

ઉદેશ્‍ય

વિના સહકાર નહીં ઉઘ્‍ધાર જે મંત્રને સાર્થક કરવા અમોએ સમાજને ઉપયોગી થવા કરેલા કાર્યોનો વૈચારિક, સૈઘ્‍ધાંતિ મનોમંથનના અંતે આંતઃસ્‍ફુરણા સમાજ સમાજને સંગઠિત કરી એક પ્‍લેટફોર્મ પર લઈ આવવા અને સામાજિક વિકાસ કરવા મારો સમાજ ના માઘ્‍યમથી આપની સમક્ષા મુકી રહયા છીયે. જેને સિઘ્‍ધ કરવા સામાજિક શ્રેષ્ઠિઓ પથદર્શક જરૂર બનશે પણ યુવાનો કંડારશે. અમારા આ પ્રયાસથી સમાજની કોઈપણ વ્‍યકિતઓ સામાજિક જીવનથી જોડાશે તો તે માર્ગદર્શક આશિર્વાદ સમાન મેં મેળવેલ સિઘ્‍ધિ હશે. તેમજ મારો સમાજ સમાજના વડીલો, યુવાનો, બહેનો માટે ઉપયોગી રચનાત્‍મક કાર્યોની આયોજન કરી અને દરેક વર્ગને ઉપયોગી થવા માગીએ છીયે. જેને આપ પણ આપના સમયદાન અને વૈચારિક પુષ્‍પોથી ઉછેરશે તેવી અપેક્ષા રાખીએ છે. ઉદેશ્‍ય વિના કોઈ કાર્ય સિઘ્‍ધ થતુ નથી જેથી મારો સમાજ નો ઉપયોગ સમાજના દરેક વર્ગો બહોળા પ્રમાણમાં કરી આ માઘ્‍યમથી જોડાઈ અને સામાજિક, શૈક્ષાણિક, વ્‍યવસાયિક પ્રગતિ કરે તે એક અને એક માત્ર ઉદેશ્‍ય હોઈ આપણા સમાજની દરેક સંસ્‍થાઓ ,સંગઠનો યોગદાન આપે તીવી અપેક્ષા સહ.....